Sunday, 9 February 2020

Knowledge Week 2020


નમસ્કાર મિત્રો,

શિક્ષણના જે સમયમાં આપણે જીવી રહ્યા છીએ ત્યાં માત્ર મોટી મોટી વાતો કરવાથી વિદ્યાર્થી કે તેનું ભવિષ્ય ક્યારેય પણ આગળ નહિ આવી શકે એ વાતની ખાસ કાળજી રાખીને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે ૩/૨/૨૦૨૦ થી ૮/૨/૨૦૨૦, સમગ્ર સપ્તાહની જ્ઞાન સપ્તાહ તરીકે ઉજવણી કરી હતી. દરેક વિષયોના પ્રખર નિષ્ણાતો સાથે વિદ્યાર્થીઓનું વ્યાખ્યાન/સંવાદનું આયોજન કર્યું હતું. સમગ્ર સપ્તાહ દરમિયાન જાણવા જેવું કેટલુંય જાણે કે જાણવાની ઈચ્છા વગર જ મળી ગયું. કેટલીય અવનવી વાતો શીખવા મળી. કોઈ પણ માં જીવનમાં  ખરેખર જીવવાની, માણવાની, શીખવાની અને જીવનભર જાળવી રાખવાની તમામ બાબતો વ્યક્તિ કોઈ ઉંમર માં કરી શકે તો એ એકમાત્ર યુવાન અવસ્થા જ છે અને આ પ્રમુખ વાતને કેન્દ્રમાં રાખીને સમગ્ર સપ્તાહ દરમિયાન દરેક વ્યાખ્યાનમાં કેન્દ્રમાં તો યુવા માર્ગદર્શન જ રહ્યું એ બાબત ખાસ નોંધનીય છે.



જુદા જુદા વકતાઓએ અવનવી રીતે પોતાનું જ્ઞાન પીરસ્યું. દરેક વાત એક અલગ જ વિષયથી શરુ થાય અને યુવા કેન્દ્રિત ક્યારે બની જાય એ એ શોધી કાઢવું એક યુવાન માટે તો ખરેખર કપરું જ બની રહ્યું હશે.

પૂજ્ય સ્વામી ધર્મ બંધુજી, ડો.અનીશ ચંદારાણા,  જય વસાવડા, શ્રી જયનારાયણ વ્યાસ, પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી, ડૉ. જગદીશભાઈ ત્રિવેદી આ જ્ઞાન સપ્તાહના અનુક્રમે વક્તાઓ રહ્યા હતા.

Day 1

Ruchhttps://m.facebook.com/story.php?story_fbid=932269327188948&id=100012176688920


Day 2
https://m.facebook.com/story.php?story_fbid=932942560454958&id=100012176688920


Day 3


Day 4
https://m.facebook.com/story.php?story_fbid=934359330313281&id=100012176688920
 Day 5
https://m.facebook.com/story.php?story_fbid=935108493571698&id=100012176688920
 Day 6
https://m.facebook.com/story.php?story_fbid=935833066832574&id=100012176688920

આ ઉપરાંત, અંગ્રેજી ભવનના FB page પર આ જ્ઞાન સપ્તાહ અંતર્ગત share કરવામાં આવેલી તમામ પોસ્ટ્સ ખરેખર વાંચવા જેવી અને રસપ્રદ છે. ઝાંખી પર દ્રષ્ટિપાત કરવા માટે આ link મદદરૂપ થશે.

જ્ઞાન સપ્તાહના છેલ્લા દિવસે યુનિવર્સિટીના કુલપતિ શ્રી માનનીય મહિપતસિંહ ચાવડા સાહેબની વાતથી જાણે કે જ્ઞાનનો ધસમસતો પ્રવાહ શરીરમાં પ્રવેશ કરીને એકવાર એક ગજબ એવી સવારી કરીને પસાર થઈ ગઈ હોય એવો અનુભવ થયો. તેમણે ઉમેર્યું કે આવતા વર્ષે પણ ફરીથી આવા જ જ્ઞાન સપ્તાહનું આયોજન કરવા તેઓ જઈ રહ્યા છે ૧/૨/૨૦૨૦ થી ૬/૨/૨૦૨૦ સુધી. આ જ વિધાને સાબિત કરી દીધું કે જ્ઞાનની સફર અનંત સુધી ચાલતી અદભૂત અને અદ્વિતીય સફર છે. હવે તો બસ, પ્રતીક્ષા છે ફરીથી જ્ઞાનના આવા વહેતા પ્રવાહમાં ફરીવાર વહેવા માટેની!


આભાર. 

No comments:

Post a Comment