Friday, 22 December 2017

ખાલીપો ય ખાલી થઈ જય તો....

‌                                                      

‌                                               

                    ખાલીપો ય ખાલી થઈ જાય તો....



કહેવાય છે કે 'वक्त हर ग़म भुला देता हैं।' અથવા તો 'वक्त हर जख़्म मिटा देता हैं।' પણ શું ખરેખર આ સાચું છે ખરું! સમય સાથે કોઈનો ખાલીપો ભરાય જાય ખરો? ના, ક્યારેય નહી! કારણ કે ખાલીપો એ એક એવી ખાઈ છે કે જેમાંથી માણસ ક્યારેય બહાર ન આવી શકે. કારણ કે જે સતત સાથે રહે એની આદત તો પડી જ જાય ને! અને કદાચ આ આદત ની પણ આપણને આદત પડી જતી હોય છે. ખરું છે નહીં!


‌શરૂઆત માં તો આપણને આપણને આ દુઃખ અને ખરડાઈ ગયેલી લાગણીઓની સાથે જીવવામાં પડતી મુશ્કેલીઓ પછી આપણને એ  મુશ્કેલીઓ માં અને ટુટેલી લાગણીઓમાં જ પોતાનાપણું દેખાવા લાગે છે અને એમાં જ આપણું સર્વસ્વ ઓગળી જાય છે.


પરંતુ આ બધા સાથે એક વાર વિચારી જોઈએ કે.... 

                                "ખરેખર, તો આવા તૂટેલી લાગણીઓ માં જીવતા માણસ નું ખરું જીવન છે શામાં?"

 સુખ, સાહ્યબિ માં કે લોહીના તાંતણે બંધાયેલા સંબંધમાં કે પછી એકબીજા સાથે જોડાયેલી લાગણીઓમાં !!એ વિચાર જ થોડો અઘરો છે કે, માણસ પાસે બીજા ઘણાંય સંબંધ ની હૂંફ અને સુખ હોવા છતાં પણ તેનામાં નિરંતર અને સતત કોઈ ખાલીપો જીવતો હોય! અને આ ખાલીપો એને મન માત્ર ખાલીપો નહી, પણ એની સુખ થી ભરેલી દુનિયા છે! અને કદાચ જેટલો સમય એ પોતાના આ ખાલીપ સાથે જીવે છે એટલો જ સમય એ ખરું જીવન જીવે છે.

‌ડૉ. શરદ ઠાકર ના શબ્દો માં કહીએ તો........


‌" બાકીનો સમય કે જે એ એનાખાલીપણું સાથે પસાર નથી કરી શકતા, એ સમયે એ માત્ર જીવવનો  અભિનય કરે છે! "


‌આ માટે ડૉ. શરદ ઠાકર સત્ય ઘટનાને પોતાના શબ્દો માં, નિરાગ દફ્તરી અને નવધા ત્રિવેદીની વાર્તાના સ્વરૂપમાં આલેખે છે. નિરાગ ની પાસે બધું જ હોવા છતાંય એનું સર્વસ્વ લૂંટાઈ ગયું!કદાચ એમ કહી શકાય કે એણે જાતે જ પોતાનું બધું જ હણી લીધું.પોતાની જિંદગી જ જિંદગી લૂંટી લીધી. કદાચ એમ વિચારીને કે....... અન્ય કોઈ એ લૂંટી જાય તો !


  આ વાર્તા પર ડૉ. શરદ ઠાકર ના જ શબ્દોમાં દ્રષ્ટિપાત કરીએ.


નિરાગ દફ્તરી એટલે અબજોપતિ  industriyalist કે જે 52 વર્ષ ના થયા તેમાં છેલ્લા 30-30 વર્ષ થી ક્યારેય પણ પોતાનો નિત્યક્રમ ચુંકતા નહીં. એમનો બેડરૂમ એટલે એક મધ્યમવર્ગના વ્યક્તિનું ફ્લેટ પણ નાનું લાગે! અને આ બેડરૂમ માં તેમનો અને તેમના પત્ની બંનેનો બાથરૂમ પણ અલગ-અલગ અને આ બાથરૂમ પણ માત્ર તેમના જમણા હાથના અંગૂઠાની ટચ ઈમપ્રેશન થી જ ખુલતો. પોતાની અબજો-કરોડોની મિલકત માં તેઓ માત્ર આ બાથરૂમ ને જ પોતાનું અંગત રજવાડું ગણતા. કારણ કે , આ લોક કરેલા બાથરૂમ માં મિરર પાછળ આવેલી ગુપ્ત અલમારીમાં આવેલ ચોરખાનામાં એક ડાયરી અને થોડાક પત્રો જ એમની ખરી દુનિયા હતી. તે દુનિયામાં મહેક હતી એમના માદક પ્રેમની અને આ મહેક ની સ્વામિની હતી નવધા ત્રિવેદી !

30 વર્ષથી રોજ સવારે ઉઠીને તેઓ સૌથી પહેલા બાથરૂમમાં જઈ આ પત્રો અને ડાયરી વાંચતા અને તસવીરોને નિહાળતા પણ આટલા વર્ષોની પ્રેક્ટિસથી તેમને આ પત્રો પણ કંઠસ્થ થઈ ગયા હતા! પણ પત્રોના શબ્દો કરતા પણ વધારે એ એને મન એ હસ્તક્ષરો નવધાના હતા એ એને વધુ અગત્યનું હતું. એ સમયે નિરાગે એમ વિચારીને  એ સમયે ડાયરી લખેલી કે ભવિષ્યમાં સુખી દામ્પત્યના દાયકાઓ પછી આ વાંચીને નવરાશની પળોમાં એ અને નવધા રોમાંચ અનુભવશે. પણ અફસોસ! કે સાવ મામુલી વાત પર બંને એ છુટા પડી જવું પડ્યું કે નવધાના પિતાએ લગ્ન માટે કન્ડિશનલ એગ્રીમેન્ટ આપ્યું કે- લગ્ન પછી નિરાગે અમેરિકા શિફ્ટ થવું અને નિરાગે ના પાડી અને આ બે પુરુષોની ઈચ્છા વચ્ચે નવધાને ને કોઈએ પૂછ્યું પણ નહીં કે એની ઈચ્છા છે શું? અને બંને એ ઘરના વડીલોની ઈચ્છાને માન આપીને બંને એ છુટા પાડવાનું નક્કી કર્યું.

નિરાગ મંજૂષા નામની કન્યા સાથે પરણી ગયો અને સમય જતા આસમાની બુલંદીઓ મેળવી લીધી. જીવનમાં સુખ જ સુખ!  વફાદાર પત્ની, પ્રેમાળ સંતાન અને જામેલો બિઝનેસ. પણ એના છાતીના ચોરખાનામાં એક 18 વર્ષની પ્રેમિકા હજીય અવિરત ધબકતી હતી! 

અને એટલે જ તો છેલ્લા 30 વર્ષથી નિત્યક્રમ બનાવીને વહેલા ઉઠી બાથરૂમમાં જઈને ચોરખાનામાં છુપાવેલા સોનેરી અતીત ને સ્પર્શી લેતો અને એટલો સમય ખરી જિંદગી જીવી લેતા અને બાકીનો સમય જાણે કે પોતે જીવતા હોય એવો અભિનય કરતા. એક વખત જયારે એ બાથરૂમમાં હતા ત્યારે જ્યાં શોવર ચાલુ કર્યો ત્યાં તરત જ તેની પત્નીનો અવાજ આવ્યો-


‌                                                                       "અરે,સાંભળો છો, આપણે ત્યાં ઇન્કમટેક્ષ ની રેડ પડી છે !"

‌ નિરાગને આ સાંભળી ને આંચકો તો લાગ્યો પણ આઘાત નહીં! એને વિચાર્યું કે આટલું કમાવ તો રેડ તો પડે જ ને! ભલે આવ્યા! શું કરશે?ઝીણવટભરી છાનબીન? પૂછતાછ ? હિસાબ ના  ચોપડાઓ તપાશસે? સ્થાવર-જંગમ મિલ્કત, શેર સર્ટિફિકેટ્સ, ઘરેણાં, બેન્ક લોકર્સ?  વધુમાં વધુ તો શું કરશે? દીવાલો માં ગાબડાં પાડશે, સોફા ચીરશે અને બાથરૂની છત ! અને ભલે ને મારા બાથરૂમની છત પણ.......! "


‌અને તરત જ નિરાગના દિલમાં ધ્રાસકો પડ્યો. " ઓહ નો! મારા બાથરૂમમાં તો....." આ વિચાર આવતા જ એણે પોતાનો છુપાવેલો ખજાનો કાઢી ને એક પછી એક ફાડવા લાગ્યો. પાંચ મિનિટ માં તો બધું પૂરું થઇ ગયું. પછી 'ફ્લશ' નો જોરદાર અવાજ અને.......?


‌આ પાંચ મિનિટમાં તો નિરાગની દુનિયા જ લૂંટાઈ ગઈ.પણ, કદાચ એ કોઈ નથી જાણતું કે નિરાગનું શું લૂંટાઈ ગયું! લૂંટાઈ ગયો એના જીવન જીવવાનો સહારો!


હા, નિરાગ પાયમાલ થઇ ગયો.એની પાસે બધું જ હોવા છતાં કઈ ના રહ્યું. પોતાના એ જીંદગી ના ખાલીપાને દૂર કરવાની એ સોનેરી યાદો કે જે એણે 30-30 વર્ષ થી સાચવી હતી એને એણે પોતે જ ધોઈ નાખી.


કહી શકાય કે કદાચ એનો ખાલીપો  જ ખાલી થઇ ગયો.

‌ પણ વિચારો.....


‌                   માનવીનો ખાલીપો પણ ખાલી થઇ જાય તો.!...


‌    


‌આ નિરાગ અને નવધાની વાત પરથી અનુમાન લગાવી શકાય કે માનવીનું જીવન એ કોઈ ખાલીપાના કારણે ખાલી નથી થતું, પણ જયારે એ ખાલીપો ય ખાલી થઇ જાય ત્યારે એ નિરાધાર થઇ જાય છે.


‌જીવનમાં એક એવો અફસોસ અને પસ્તાવો ઘર કરી જય છે કે એણે શું ગુમાવ્યું છે એની જાણ પણ કોઈને નથી કરી શકતો! કારણ કે.....


‌નિરાગની જેમ કોઈ વ્યક્તિ કદાચ વર્ષો સુહી કોઈ ની યાદમાં તો વિતાવી શકે, પણ જયારે એ યાદો નો પણ સહારો ન રહે ત્યારે શું? અને સૌથી અઘરું તો ત્યારે બને જ્યારે આ યાદોને, આ જીવવાના સહારાને અને પોતાના આ જીવવાના સહારા ને અને પોતાના અમૂલ્ય ખજાનાને પોતાના જાતે જ વિખી નાખવો પડે! અન્ય કોઈની તો ક્યાં વાત કરવી, પોતાને જ પોતાનું સર્વસ્વ લૂંટી લેવું પડે!!



‌અને એવા સમયે....


‌       એવા સમયે હવે વ્યક્તિ કદાચ જીવન જીવવાનો અભિનય પણ ન કરી શકે! કારણ કે...વ્યક્તિ જયારે પ્રેમમાં કે અન્ય કોઈ સંબંધ માં જીવે છે અને તેના માટે પોતાનું સર્વસ્વ ત્યાગે છે, ત્યારે ખરેખર તો એ અન્ય કોઈ બીજા માટે કે પછી તે પાત્ર માટે નહીં પણ એ પોતાના જ માટે, પોતાનું સર્વસ્વ ત્યાગતી હોય છે! અને એટલે જ કદાચ એ પોતાના પ્રિય પાત્ર ની ગેરહાજરીમાં તો જીવી શકે, પણ શું ખરેખર એ સમયે એ વ્યક્તિ જીવતી હોય છે ખરી!


‌અને આવા સમયે પણ એ જીવી શકે કારણ એક જ છે કે , ખરું જીવન જીવવા માટે અન્ય કોઈની જરૂર હોતી જ નથી, જરૂર હોય છે તો લાગણીની!


‌એટલે જ કોઈએ કહ્યુ છે કે.....


‌        ક્યારેય એક માનવીને બીજો માનવી પસંદ પડતો જ નથી! બસ, પસંદ પડી જાય છે તો એક લાગણીને બીજી લાગણી!


‌છેલ્લે, બસ એટલું જ લખી શકાય કે....


‌                                                   "હા! ક્યારેય માણસ ની અંદર કશું જીવતું જ નથી હોતુ. બસ! જીવતો હોય છે તો એક માત્ર ખાલીપો!


પણ આ એક સવાલ નો જવાબ હજી સુધી નથી મળી શક્યો કે....

‌' માણસ જીવી ક્યાં સુધી શકે?'


"જ્યાં સુધી તેનામાં ખાલીપો જીવતો રહે ત્યાં સુધી!

‌ પણ, આ ખાલીપો ય ખાલી થઇ જાય તો......."

1 comment: