Monday 4 May 2020

Productiveness of reading 'The Plague'

(Effect of epidemic literature)


Hello Fiends,

Has it ever happened that a human being has spoken by keeping something else at the center which is not human? Perhaps we can point out, when present epidemic of Covid-19 will get over we will come to know about very few stories of Corona but there would be more focus on corona warriors. Anugrah Mittal writes ‘CORONA A GIFT TO HUMANITY – Why don’t we see this virus as a Gift for a new humanity?’ Right now our reality is across the globe, fear of death. 

The ordeal of death is rampant in the world. People are quarantined. Why? Does this happening for first time? We must note, humans are ready to live without other human beings by keeping the self-quarantine. This suggests, humans don’t keep humanity at the center, humans are self-centered. Answer requires, Does this really true? Does this happening for the first time? Answer is covered in the line, ‘History repeats itself- right before our eyes’. Are we really doomed to repeat it or something else!

Seeing people dying around is making us to take fight against. Do we forget or ignorant from plague of 20th century? If yes, literature is something essential which keeps it alive. Existentialist Albert Camus' The Plague is a text, widely read across the world. Paresh Vyas has translated this literary text into Gujarati summarization and it had been published into GUJARAT SAMACHAR newspaper in 10 parts. (Perhaps after reading this, you definitely want to read the novel - The Plague  and to know more about it. So use this Professor Barad Sir's link to read Gujarati summarised translation and other worth watching video resources. Click on this blog link to go to Dr. Barad's blog )

Productiveness of reading The Plague 

Need to be surprised if the heart does not melt after reading this free translation into Gujrati and of course English translation! The novel is written into third person narrative and Paresh Vyas has told the very heart of the novel. If this can bring a kind of insight, how would the charm of original be!

PLAGUE or COVID19?

Of course, technically, Coronavirus is not a plague. Strictly speaking, plague comes from a bacterium not a virus. But the archetype is the thing. Plague is deeply ingrained in our psyche and will Covid19 too. It is an invisible, inexorable enemy. It strikes in the night and the innocent suffer as much as the guilty.

If someone asks, what do you say, I just spoke only very next moment after completing this reading that Surprise if the question of existence does not make you discomfort because what passes is really passed in the true sense? If it passes, where it goes as everything affects everyone, then how can anything go by! Every event that takes shape in the world touches our life, transforms life into a new phase.


After the plague in the 20th century, the normal life of the people would have been normal in real sense? If not, How can it be accepted that the life after this Covid-19 will be the same as before life?

Now let's have a look on a brief article in Gujrati about effect of epidemic literature.


PLAGUE અને COVID19
માનવતા: માનવકેન્દ્રી કે માનવ ત્યાગ?

Albert camus ની The Plague વાંચતા જાણે કે ભૂતકાળ નહી પણ વર્તમાન વાંચી રહ્યા રહ્યા હોય એવું લાગે. નર્યો વર્તમાન.  શું ફેર પડે છે માનવીને કોરોના થયો હોય કે પ્લેગ! માનવી પીડાય છે, પીડા માંથી ભાગી છૂટવા માટે, અંદરનાં સળિયાને તોડવા માટે અને છતાંય ભાગીને કશે જ જઈ શકે એમ નથી કારણકે ત્યાગથી પણ કશું જ નહી મળતા છેવટે મળે છે નિરાશા. નિરાશાના એવા વાદળો ઘેરી વળે કે અંત એ અંત નહી એક કારમી શરૂઆત છે, એવી શરૂઆત કે માણસને માણસથી ભાગી છૂટવું છે – એક સમય એવો પણ આવે છે આવી મહામારી નાં ભાગે કે  ભાગી છૂટવામાં સફળ પણ થઇ જાય છે પણ અંતે તો એ ભાગીને પણ નથી રહી શકતો અને ફરીથી આ જ ચક્ર માં દોડી જાય છે. કાળક્રમે બનતી રહેતી આ મહામારી અસ્તિત્વને કાંકરી ચાળો કરતી હોય એવું લાગે પણ ખરી રીતે જોવા જઈએ તો ફરી એક વાર અસ્તિત્વના પ્રશ્ન ને ફરી એક વાર ઢંઢોળી જાય છે. લોકો તો પીડાય જ છે, જે પીડાથી નથી પીડાતા એ પીડાના હાવથી પીડાય છે બાકી પીડા તો છે જ! સંઘર્ષ સાથે પણ અને સંઘર્ષ વગર પણ! જોત-જોતામાં ક્યારે આપણે નેગેટીવ શબ્દ માં ખુશી શોધતા થઇ ગયા એ આપણ ને ખબર જ ન રહી. બસ જીવવાનું છે એ વાત પર વિચાર કર્યા વગર કે જીવન શું છે!!

સમુદાય માં રહેવા માટે ટેવાયેલો, કદાચ તો બંધાયેલો માનવી હમેશાં માનવતાના કલ્યાણ માટે જ બધું કરતો આવ્યો છે એવું ઇતિહાસ નોંધે છે. કાળક્રમે પરિસ્થિતિનું નિર્માણ એવું થયું કે એક પછી એક મહામારી આ પૃથ્વી પર અવતરતી રહી. મનુષ્યનો કદાચ તો માનવતાનો મુખ્ય આશય જ સંઘર્ષ છે એટલે પરિણામ સ્વરૂપે તો માનવી આ દરેકની સામે લડ્યો અને આખરે જીત્યો પણ ખરો. હા, જીતને જીતનાર વર્ણવે ત્યારે જીત પણ એક તરફી બની જતી હોય છે એ વાતને સહજતાથી સ્વીકારવી અઘરી પડે. પણ મનુષ્ય લડે જ. ક્યાં, કોની સામે, કોની માટે, કોના કારણે કશી જ ખબર નહી, પણ લડે. ટકી રહેવા માટે. અને જરૂર પડ્યે પોતાને કેન્દ્રમાં રાખીને લડનાર ક્યારે સ્વકેન્દ્રિત બની જાય એ કહેવું કપરું છે. કદાચ એટલું બધું કપરું કે માનવતાને કેન્દ્રમાં રાખીને ચાલનાર તમામ માનવીને મતે આવી મહામારીમાં રહેવા ભય અને આશંકાઓ થી પાર પડી રહેવાનું તાદામ્ય જાણે કે અલગ જ રીતે તરી આવે. આ તાદામ્યને ઇતિહાસ નોંધે છે અને સાહિત્ય જાળવી રાખે છે. એક અલગ જ સ્વરૂપ માં!


"Difficulty," perhaps, is not the right word, 'discomfort" would come nearer.

-The Plague (Albert Camus)

વાંચન વધુને વધુ સહાય કરે છે પણ વાંચનારને અને નવું સ્વીકારનાર ને. પોતાની જડતા પકડી ને બેસી રહેનાર કદાચ ક્યારેય કશું નવું શીખી ન શકે અને કદાચ આ જ કારણ છે કે સાહિત્ય ચાહે કેટલું પણ શીખવવાની, આમ તો શીખવવાની નહી પણ પડદો ઉપાડવાની અને દેખાડવાની કોશિશ કરી લે પણ આખરી નિર્ણય તો માનવીનો જ ને!

વિશાળે જગ વિસ્તરે નથી એક જ માનવી;
પશુ છે, પંખી છે ને વનોને આ વનસ્પતિ!

ઉમાશંકર જોષી નાં આ શબ્દોનું વાંચન કેટલું પણ રોમાંચ ઉપજાવી લે, મનુષ્ય સ્વ-કેન્દ્રિત તો થઇ જ જાય. અને એમાં ખોટું પણ શું છે. દરેકને અધિકાર છે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાનો અને પોતાના અસ્તિત્વ માટે જ્જુમવાનો! પંરંતુ પ્રશ્ન ત્યારે પેદા થાય જયારે માનવી પોતાના ભયથી ભાગવા લાગે. જે વસ્તુઓ સહજ છે એ આશ્ચર્ય પમાડવા લાગે. સાહિત્ય તો અરીસો છે, એવો અરીસો કે આંખ સામે દરિયો છે. આંખથી વાંચવાની જરૂર છે. નવાઈ લાગી ને કે આંખ સિવાય તો વાંચી કઈ રીતે શકાય? કેલક મુર્ખાઓ આંખમાં પાણી અડાડીને આ દરિયાને વાંચવાની ભૂલો કરે છે. હવે તમે જ વિચારો કે હવે સાહિત્ય ખારું ન લાગે તો થાય પણ શું!?

વર્ષો પેલા પ્લેગે મહામારી મચાવેલી. માનવીએ માનવતા પરથી વિશ્વાસ ગુમાવી દીધેલો, છતાંય માનવતાએ જ માનવીને તારેલી. ખરેખર અચરજ પમાડે અને છતાંય અચરજનો કશો જ અર્થ નહી એવી વાસ્તવિકતાનું શબ્દ ચિત્ર એટલે  Albert Camus ની The Plague. માનવતાનાં કપરા અર્થને આ નવલકથા એક પ્રશ્નાર્થની પાછળ મૂકી દે એવી વાસ્તવિકતાનું નિરૂપણ કર્યું છે. માણસને જે સતત કરવાની ઈચ્છા હોય એ કરવાની ખરી તક મળે ત્યાં સુધીમાં માણસનો વિચાર કેમ ફરી જાય છે એ વાતને અસ્તિત્વવાદ સુધી લઇ જઈને જો વાચકના રોમ રોમ બેઠા ન કરી નાખે તો જ નવાઈ. પણ કહેવાય છે ને પ્રકૃતિના તત્વોનો જ એક ભાગ છે આ મનુષ્ય. પોતાને કેન્દ્રમાં રાખીને જીવનારો મનુષ્ય સમય આવ્યે બલિદાન દેવા તત્પર થઇ જાય છે સ્વયં મનુષ્યનું જ, મનુષ્યના જતન માટે! અસ્તિત્વવાદ નો જેને અદ્વિતીય નમુનો કહી શકાય એવી આ નવલકથા આ વર્તમાન સમયને જ જાણે કે વર્ણવી રહી છે એવું ન લાગે તો જ વિચારને અવકાશ! મહદઅંશે તો અંત ભવિષ્યની આગાહી પણ કરી ગઈ.

અંતે કશો જ ફર્ક નહી પડવાને કારણે શું ફરક પડે એ વાત નું બેનમુન ચિત્ર આપણી આંખ સામે રજુ કર્યું. કદાચ એટલે જ કહેવાય છે કે સાહિત્યકારો સમયને સમજીને સમયથી પહેલા વર્તમાન સમયમાં જીવતા હોય છે. The Plague  વાંચતાની સાથે જ જાણે થઇ આવ્યું કે પ્રવર્તમાન પરિસ્થિતિનો આટલો કોહરામ ખરેખર કશું જ નવીનતા ભર્યું નથી. કોરોના નાં શરૂઆતના સમયગાળા માં લાગેલું કે અન્ય મહામારીઓની સાપેક્ષે આ ખુબ ભોળા પ્રમાણમાં છે પણ નાં, સરવાળે તો સરખું જ. આપણે કશાય નવા યુગમાં નહી પણ એક નિશ્ચિત કરાયેલ ગડી વાળું જીવન જીવી રહ્યા છીએ અને પણ એટલા માટે કે જીવવું પડે એમ છે!   

- રૂચિ જોશી


Whatever human is doing or not, brings core to the existence. Thus in brief, the human being is obliged to make himself what he is, and has to be what he is.

By the exploration of plague Albert Camus uncovers ancestral fear of human towards infectious diseases. Don’t we know, crucification is always necessary!

While reading the first time we might feel can we read present? Yes, but in another manner. . Probably the main purpose of humanity is struggle so human fights and as a result, wins too. Of course, it is difficult to accept the fact that that when the winner describes the victory, the victory also becomes pro. Worthy to note is, human beings fight! Against whom, for whom, because of whom no one knows, but fights! Just to survive.

Hunger can be dreadful, but it can also trigger you to action.

Covid19 and Plague, too, is both dreadful but it  also brings change. The Black Death brought dramatic shifts in mediaeval society. Plague has also inspired classic literature. It’s interesting, now that we are ourselves suffering, to realise how much more pungent that curse must have seemed to an earlier!


Unlike stereotypes, though, they are rarely simplistic and have both positive and negative sides.  For example, A hero can be heroic, but also violent – strong but also unthinking like Othello!!

Though these have often been easy to sideline. It was tempting, for some, even to find a moral dimension. To conclude that somehow the sufferers brought the plague upon themselves just as Covid19.

Thank you.





References:


Camus, Albert, and Stuart Gilbert. The Plague: Albert Camus. London: Hamish Hamilton, 1948. Print.


Judt, Tony. “A Hero for Our Times.” The Guardian, Guardian News and Media, 17 Nov. 2001, www.theguardian.com/books/2001/nov/17/albertcamus.

Vulliamy, Ed. “Albert Camus' The Plague: a Story for Our, and All, Times | Ed Vulliamy.” The Guardian, Guardian News and Media, 5 Jan. 2015, www.theguardian.com/books/booksblog/2015/jan/05/albert-camus-the-plague-fascist-death-ed-vulliamy. 

“A Plague on Both Your Houses :” Charles Harris Author, 28 Mar. 2020, charles-harris.co.uk/2020/03/a-plague-on-both-your-houses/.

ગોસ્વામી રાજ. “કોરોના પછીની દુનિયા: એકહથ્થુ જાપ્તો કે નાગરિક સશક્તિકરણ .” સંદેશ, સંસ્કારપૂર્તિ, 5 Apr. 2020.