अगर
अपने बाप को मारने की उम्र है,
तो
जेल जाने की भी उम्र है।
આ
વાંચીને પહેલી નજરે તો થઇ આવે કે, વાહ!
બહુ સાચી વાત છે. અમુક ગુનાહોની માફી નહી, પણ
સજા હોવી જોઈએ. પિતાનું મૃત્યુ અને એ પણ એના એક નાં એક નાના પુત્રને હાથે! શું
વિચાર છે તમારો? આ ગુનાહ માટે સજા હોવી જોઈએ કે
સુધારાને અવકાશ? કદાચ આપણે પણ આ જ કરતા આવ્યા છીએ
અને એમા માત્ર આપણો વાંક પણ નથી
કારણ આપણો ઉછેર જ એવા ઘડતર સાથે થયો છે કે સુધારાથી સુધારો નહી આવી શકે, ગુનાહોમા
તો ચોક્કસ નહી! જે ઘટનાઓ પર કોઈ વ્યક્તિની મરજીને અવકાશ જ નથી એ ઘટનાઓ માટે એક
અથવા બીજી રીતે દોષણો ટોપલો તો વ્યક્તિ ઉપર જ ઢોળવામાં આવે છે ને! શું થયું? આ
જ વાતને એક માત્ર સાધન બનાવીને Gaurav Shukla એ
મુક્કો માર્યો આ ASUR લખીને
અને Oni Sen એ
એમાં જીવ પૂર્યો આ ASUR ને web
series નું
સ્વરૂપ આપીને!
હમેશાં
આપણને શીખવવામાં આવ્યું છે કે આસુરી શક્તિઓએ સુરનો વિનાશ કરવા માટે સંસારમા દહેશત
ફેલાવી દીધી અને એટલે જ એનો નાશ થવો અનિવાર્ય છે. હા, નાશ
થવો જોઈએ અસત્યનો પણ સત્યની પરિભાષા શું? કદાચ
અસુર કોણ છે નાં સ્થાને અસુર શું છે એ વાત પર ધ્યાન દોરવાની અનિવાર્યતા પર એ રીતે
પડદો ઢાંકી દીધો કે હાથમાં આપેલી વસ્તુ લાડવો જ છે અને આનો સ્વાદ જ મીઠો છે એ વાત
મનમાં ઘર કરી ગઈ!
Oni Sen એ
આ વાતને છતી કરી ASUR માં.
એક પછી એક આઠ episode મા
તો જાણે મનુષ્યની ચામડી ઉતરડીને મનુષ્ય વૃતિને નગ્ન કરી. ASUR એટલે
એક એવું રહસ્ય જેને રહસ્ય ન હોવા છતાંય રહસ્યનું નામ આપી
દેવાયું. જાતિ અને જ્ઞાતિના ઠસી ગયેલા વર્ષોના કુરિવાજ સામે પણ બળવો પોકાર્યો. અને
સૌથી વધુ તો સમૂળું ઉખાડી ફેંક્યું સુર પણાને, કદાચ
સુરનાં દંભી એવા નગુણા ખોટા આવરણને! એક સાથે બે વાર્તા કહી અને એમ છતાં તદ્દન અલગ
અલગ રાખીને, કદાચ શુભ જોશીની વાત ને સાથે સાથે
જ કહેવાનું પસંદ કર્યું હોત તો રહેલા ખરા હાર્દને મારી નાખ્યું હોત. આ હાર્દને જીવાડ્યું
આપણામાં,
અસુરી
વૃતિમાં અને અંતે માનવજાતિના ખરા સ્વભાવમાં.
દૈત્ય
અને દાનવનો concept જ
જો binary
opposition નાં
પાયા ઉપર ઉભો છે ત્યારે જેની સાથે અન્યાય થયો છે એને ધરબી દેવામાં આવે એક એવા
દોષના ટોપલા હેઠળ તો સારી વસ્તુ કે વ્યક્તિનું અસ્તિત્વ સારું છે એ વાત કોઈ
અન્યાયનો ભોગ બનેલ વ્યક્તિ માની જ કઈ રીતે શકે? આ
વાતને સાબિત કરવા માટે Oni Sen એ વાપરેલા તમામ સરંજામો તાર્કિક
રીતે પણ બિરદાવવાને યોગ્ય છે. એટલી બધી ચિવટ રાખી કે આસુરી વૃત્તિને કોઈ નાત-જાત
સાથે સંબંધ નથી, એના જ્ઞાન સાથે પણ સંબંધ નથી અને
એટલે જ આ વાર્તા જેની છે એ ઉત્પીડન છે શુભ જોષી, પ્રામાણિકતાની
મૂર્તિ પણ. પ્રામાણિકતા તથા ન્યાયને પોતાના જ ત્રાજવામાં તોલે આથી સત્તા એક અથવા
બીજી રીતે અન્યાય કરે જ એ વાતની સાબિતી માટે ધનંજય રાજપૂત, મનુષ્યનો
વાસ્તવિક ગુણ સહયોગ નહી પણ સંઘર્ષ છે અને સંઘર્ષ ક્યારેય સમન્વય સાધી ન શકે કારણ
કે સંઘર્ષમા ઉતરનાર હંમેશા પોતાના સંઘર્ષ માટે લડે છે અને સ્વાર્થવૃત્તિ કોઈનો
વિચાર કરવાની ક્ષમાતાને અવકાશ આપે એ વાત તો કઈ રીતે સ્વીકારી શકાય. હા, મનુષ્ય
માત્ર પોતાના ‘સ્વ’ને
ખાતર જ જીવતો હોય તો પણ કશું ખોટું નથી, પરંતુ
આ સ્વાર્થીપણાનો ખરી રીતે અસ્વીકાર અને એમ છતાં નર્યા સ્વીકારના કરેલા દંભ સામેનો
પડકાર એટલે કશું જ નહી પણ અસુર.
એક
પછી એક અમાનવીય હત્યાઓ પછી ઉત્પીડન દ્વારા શરીર પરથી ઉતરડી લેવામાં આવતી ચામડી
માત્ર માનવીના શરીર પરથી જ નહી પરંતુ માનવીના વિચારો પરથી પણ ખેંચી લેવામાં આવેલુ
આવરણ છે. વિચારોનું મહત્વ હમેશાં શરીરની સરખામણીએ વધુ રહ્યું છે અને એટલે જ
દર્શકોને વિચારતા કરી મુકે એવું metaphor વાપર્યું.
શરીરની ચામડી નીકળી જતા મનુષ્ય એકાએક ક્રૂર અને ડરાવનો લાગવા લાગે તો આ વિચારનું આવરણ
ઉડી જતા જાણે શરીરમાં શ્વાસ ભાગી જવાની દોડાદોડ કરે. આક્રંદ અને જંગલીપણાનું
અનુમાન લગાવવું કદાચ ખુબ મુશ્કેલ બની જાય પણ આ ક્રૂરતાને તો સાહજિકતા આપીને આંખ
સામે રજુ કરી દેવાઈ આ ASUR મા!
સૌથી
મોટો આઘાત તો એ જ વાતનો લાગ્યો કે અંત જોઈને આઘાત ન લાગ્યો. કદાચ અસુરી વૃતિ જ તો
છે જેને આઘાત ન લાગી શકે! સત્યને સ્વીકારવાનો દંભ, સતત
કરી રહેલા આપણે આપણી જાતને પણ સ્વીકારવાનો માત્ર ડહોળ કરી રહ્યા છીએ, ખરા
અર્થમાં તો આપણી જાતને નકારી રહ્યા છીએ, પોતાના
મૂળ સ્વભાવને અને જે અસ્તિત્વ આપણા પહેલા પણ આપણામાં હતું એને નકારી રહ્યા છીએ.
જયારે આપણે નકારી રહ્યા છીએ ત્યારે જ આપણે નકારાત્મક થઇ ચુક્યા છીએ તો
હકારાત્મકતાનો ડહોળ શા માટે? કદાચ
આ ASUR નો
હાર્દ જ એ છે ને. એ પ્રશ્નનો તો સવાલ પેદા થાય કે ખરેખર તો એ પહેલા તો સત્ય માટે
કે અસત્ય માટે? પણ આવરણ એ આવરણ છે તો પછી આવરણને
ઓઢીને જીવવું એ તો ક્યાંની સમજણ? ક્યાંનો
સ્વીકાર?
અને
હોય તો શા માટે? શા માટે કોઈ દંભનો ડહોળ કરવો જ? જો
અસુરી વૃત્તિ મનુષ્યનો અનન્ય ભાગ છે તો છે! પણ હા,
जेल
सिर्फ सलाको में नहीं हैं,
जो
हमारे अंदर है उससे बड़ी जेल कोई नहीं है।
શોધ
તો એવી રીતે ચાલે છે જાણે કે એક પછી એક પડ કોબીનું ખુલે પણ અંદર મળે શું?
study the victims,
find the connection!
પણ આ જવાબ પણ જવાબ નથી આપી શકતો
કારણ કે પ્રશ્ન એટલા માટે મુશ્કેલ બની જાય કે victim ને
આ સમાજે victim તરીકે
જોવાને બદલે હમેશાં ગુનેહગાર તરીકે જોયો. કયું કૃત્ય ગુનો છે એનું મુલ્યાંકન પણ એક
તરફી થયું અને એટલે જ આ connection કદાચ સાચું મળી શકે એ વાત પર વિચાર
પણ નિરર્થક છે. આ ગૂંચળામાંથી તો ઉત્પીડિત જેને સુધરવાનો મોકો જ ન મળ્યો એ
વ્યક્તિએ પણ અંધકારની વ્યાખ્યા પ્રકાશની ગીર મૌજૂદગી તરીકે જ કરી કે क्षमा मांगकर मै स्वयं को नकारना नहीं चाहता।
આનાથી
વિશેષ તો સ્વીકાર બીજો કોઈ હોઈ શકે ખરો! શાસ્ત્રોની વાતો દેવતાએ કહી એટલે દાનવો
કોણ એ વાત પણ ચોક્કસ પણે એમણે જ કહી ને! સાતમાં ભાગમા આપણી આ અધીરતાનો અંત લાવ્યો
કે સત્ય માટેની લડત છે આ અસુર, નહી
કે કોઈ ન્યાય કે અન્યાયની અને રૂંવાડા બેઠા ન કરી જાય તો આપણામા જ કશુક હોવું ઘટે
એવું આ સમાજનો અસુર આપણી સામે ચિત્ર ખડું કરી જાય કે...
जानते
हैं कहानी न्याय की क्यों नहीं है, क्यूंकि न्याय वो है जो पीड़ित के साथ हुआ हो;
वैसे
ही कहानी शौर्य की तब जब उसमें छल ना हो,
वैसे
ही पश्चाताप कि तब
जब
आविर्भाव मिला हो।
ખરેખર
આ અસુર તો જંગ છે spirituality
& practicality. શરૂઆતથી
જ એવા symbols અપાતા
રહ્યા છે કે અંત જોઈને ડઘાઈ ન જવાય. છતાંય જો આપણે કોઈની છબી સારી તરીકે મનમાં ઉભી
કરી છે એની પડતી થાય તો એ છબી તૂટવી જોઈએ અને એ તૂટ્યાની કરચ વાગવી જોઈએ આપણેને.
જો નથી વાગતી એનો અર્થ એવો કે આપણે પણ દંભ કર્યો. પણ કોની માટે? શું
બીજું કોઈ આપણને જોતું હતું આ સમય દરમિયાન? નહી.
હા! જાત સાથે પણ જાત માટે નહી!
સંગીતની
ગોઠવણીએ ખરેખર દિલ જીતી લીધું. મેસેજ વખતે સંભળાતા ડુંસકા, આ
ડૂસકાં alert tone નાં
જ છે છતાંય બારીકાઈ તો ખુબ ઊંડી છે. ડોક્ટરો અને CBI team નું
તો કામ જ છે આમ છે સતત મૃતદેહોની સાથેનું. પણ ધ્યાન દોરવાની વાત એ છે કે એનાથી શું
એ મૃતદેહ માટી જાય કે માનવીની માનવીયતા મટી જાય ખરી? મૃતદેહની autopsy ને
વ્યક્તિ સાથેના સંબંધ સાથે સંબંધ હોય તો ખરેખર આ સબંધ કેવો? આનાથી
વધુ કોઈ અસુરી વૃતિ હોઈ શકે ખરી? અસુર
તો સામુહિક વિચારી શકે છે કે બધા અસુર છીએ, પણ
દેવતાઓ તો એવું પણ નથી કહેતા કે બધા જ સારા છે! વાત એટલી જ કે કોઈને અસુર કહેવું
નથી. ચાલો, વાતને નવો વળાંક આપીને છોડી દઈએ કે
જો માત્ર સુરનું જ અસ્તિત્વ હતું તો અસુર આવ્યા ક્યાંથી? કદાચ
જવાબ પ્રશ્નને ફાડી ખાશે.
આશય
માત્ર એટલો જ કે,
अच्छा
बनकर मरना है,
या
बुरा बन कर जीना है।