નમસ્કાર મિત્રો,
હુ કલાકાર છું, પણ કલા ની જાણકાર નહિ. કલાને નહિ, જાતને પણ નહિ, મારા મનપસંદ કામ ની શોધ મા છું. કશુક કરવાની શોધ મા છું. ડર પણ છે કે આ જિંદગી કદાચ આ ખોજ અને ડર મા જ ન નીકળી જાય. પણ પ્રયાસો જ એવી ચાવી છે કે જેનાથી કશુક પ્રાપ્ત ન થાય એમ છતાં શીખી શકાય! કારણકે માત્ર અંત અને પરિણામ નહિ, ભાગ લેવું જ સૌથી વધુ અગત્યનું બને છે. અમે બધા આવી રહ્યાં છીએ આવા કોરોના ના સમયગાળા મા પણ અવનવી કલાના પ્રદર્શન સાથે. આપ સૌ તૈયાર રહેજો, અમને નિહાળવા માટે. આશા છે કે આપ સૌ તૈયાર જ હશો. હા, આપનો કીમતી સમય માત્ર કલાને નિહાળવામાં જ નહિ પરંતુ અમને વોટ આપવા માટે પણ ફાળવવા માટેનું નમ્ર નિવેદન છે.
હા, મને મત આપજો એવું ચોક્કસ નહિ કહું કારણ કે વિજેતા કોઈ પણ બને આખરે આ વિજય કલાનો છે, અને કલાનો વિજય કોઈ નો પરાજય હોય જ ન શકે.
અમે તૈયાર છીએ, તમે તૈયાર છો ને મિત્રો!
ખુબ મજા કરીશું, સાથે મળીને. નવું શીખીશું, સમજીશું, જાણીશું અને ખેખરા આપણા આભારી રહીશું અમારો સાથ અને સહકાર આપવા બદલ.
તૈયાર રહેજો મિત્રો એક પછી એક સ્પર્ધાઓ જોવા માટે, તમારો કિંમતી અભિપ્રાય મત તરીકે આપવા માટે. અચૂક મળીએ. અચૂક શીખીએ આવા ઘરમા પુરીને રહેવું પડે એવા કોરોના કાળમાં પણ!
(1) Singing Competition
નોર્થપોલ ના ગોપાલ ની જેમ કોણ જાણે ક્યાં ક્યાં પોતાનું ગમતું કામ શોધવાની કોશિશ કરેલી. શરૂઆત જાણે અજાણતા જ થઇ ગઈ. છંદ અને સુરો નું એટલું ઊંડું જ્ઞાન નથી છતાં સંગીત ના ક્ષેત્ર મા સફર ખેડવાની શરુ કરેલી. કોલેજ મા મિત્રો એ અમુક ચોક્કસ પ્રકારના ગીત ગાવા મા મારું ધ્યાન વધુ કેળવાય છે એટલું જ નહિ પણ કર્ણ-કર્કશ તો નથી જ એ વાત ની ખાતરી મારા મનને છે! ઘરનું વાતાવરણ જ એવું રહ્યું છે, બાં ની સાથે રહેતા રહેતા તે મને કેટ-કેટલી વાર ગીતાજી, શિવજી નો મહિમ્નસ્તોત્ર, તાંડવસ્ત્રોત અને આવા તો કેટ-કેટલા સંસ્કૃત ના પાઠો કંઠસ્થ થઇ ગયાં. અહિયાં આ સ્પર્ધા મા ગીતાજીનો પંદરમો અધ્યાય આપ સમક્ષ પ્રસ્તુત કરતા હર્ષની લાગણી અનુભવું છુ.
જો આપણે આ પસંદ પડે તો વોટ કરવાનું ચૂકશો નહિ.
(2)Book Review
પુસ્તક ના રિવ્યુઝ કેટલો અગત્યનો ભાગ ભજવે છે એ મારે કહેવાની જરૂર નથી જ! આ સ્પર્ધામાં રીવ્યુ માટે મારી પસંદ કરાયેલ નવલકથા છે “અતરાપી”.
એક ઝલક મારા રીવ્યુની:
“માણસ અવિરત પણે બંધાતો જાય છે એણે જ રચેલા ચક્રવૃહમાં. જે થાય છે એનો સહર્ષ સ્વીકાર કરવો જોઈએ. આપણે જે હોઈએ તે જ થવા માટે બીજા પાસે કઇ શીખવું શા માટે પડે ? અને કોઇના શીખવવાથી પણ આવડી જાય તેવું હોતું પણ નથી. આપણે સતત કંઈ પામવાની હોડમાં કેટકેલુંય નેવે મૂકીને ચલતા હોઈએ છીએ અથવા તો એ આપણી આદત બની ગઈ હોય છે, જેમ રોટલાનો ટુકડો આપતા માલિકની આગળ કૂતરાની પૂંછડી જાતે જ હલવા માંડે છે.”
જો આપને પસંદ પડે તો વોટ કરવાનું ચુકતા નહિ.
(૩)Microfiction
વાર્તાઓ સાહિત્યમાં અનન્ય સ્થાન ધરાવે છે. નજીકના થોડા વર્ષો મા નવલકથાના સ્થાને નવલિકા, ત્યારબાદ લઘુકથા અને હમણાં હમણાં microfiction ખુબ પ્રચલિત છે. આ VLF 2020 મા સાંભળો મારું microfiction મારી પાસેથી. જો પસંદ પડે તો વોટ આપવાનું ચૂકશો નહિ.
(૪)Poetry writing and Recitation
काव्यशास्त्रविनोदेन कालो गच्छति धीमताम् ।
व्यसनेन च मूर्खाणां निद्रया कलहेन वा ।।
કવિતા આહલાદક જ નહિ પણ જાતને જાણવાની તક આપે છે. કવિતા એ માત્ર લખનાર ની કળા નથી. કવિતા ખરા અર્થમાં તો કાનની કળા છે. કવિતા એટલે તો હૃદયસ્થ સ્થિતિ. ઉજ્જડ વનમાં થયેલી તૃપ્તિ. કુહાડીથી થતા લાકડા ઉપરના ઘા. કવિતા તો ખરેખર ચેતનાનો વિસામો છે. અર્થાત કવિતા એ પીડાની પ્રસુતિ છે, પ્રસુતિની પીડા નહિ!
સાંભળો મારી કવિતા અને પસંદ પડે તો વોટ આપવાનું ચુકતા નહિ.
(૫)વાચીકમ (Narrative Art Competition)
કેટલાક લોકો કવિતા કે કોઈ ચોક્કસ સાહિત્યનું નિર્માણ ણ કરી શકે એમ છતાં અમુક લોકો પાસેથી વાર્તાઓ, લઘુ કથાઓ અને નવલ કથાના અંશો સાંભળવાની મજા આપડી જાય. આવી જ એક ટૂંકી વાર્તાઆ ના અંશ ‘છકડો’ ના વાચીકમ સાથે હુ આવી રહી છું, નિહાળવાનું ચૂકશો નહિ!
(5) વક્તૃત્વ સ્પર્ધા
(6) એક પાત્રિય અભિનય